હોર્મુઝ સ્ટ્રેટ ખુલતા જ ભારત માટે રાહતના સમાચાર  હજારો ટન એલએનજી ભરેલુ જહાજ ગુજરાત પહોંચ્યું

હોર્મુઝ સ્ટ્રેટ ખુલતા જ ભારત માટે રાહતના સમાચાર  હજારો ટન એલએનજી ભરેલુ જહાજ ગુજરાત પહોંચ્યું

(એજન્સી)    નવી દિલ્હી,તા.19: 
અમેરિકા અને ઈરાન વચ્ચે ઐતિહાસિક શાંતિ સમજૂતી થતાં અને હોર્મુઝ પરથી નાકાબંધી હટતાં જ ભારત માટે ઉર્જા ક્ષેત્રે બહુ મોટા અને રાહતના સમાચાર આવ્યાં છે. છેલ્લાં સાડા ત્રણ મહિનાથી સમુદ્રમાં ફસાયેલું 62,370 મીટ્રિક ટન લિક્વિફાઇડ નેચરલ ગેસ એટલે કે LNG ભરેલું માલ્ટાના ધ્વજવાળું સુપરટેન્કર ‘LNGC દિશા‘ સુરક્ષિત રીતે ગુજરાતમાં ભરૂચના દાહેજ બંદરે પહોંચી ગયું છે.
ઈરાન-અમેરિકા પીસ ડીલ બાદ હોર્મુઝ પાર કરીને ભારત પહોંચનાર આ પ્રકારનું પ્રથમ ગેસ જહાજ છે, જેના કારણે દેશમાં એલપીજીના સપ્લાયમાં ચાલી રહેલી તંગી દૂર થશે અને મોટી રાહત મળશે.