હોર્મુઝમાં ફસાયેલા એલપીજી-ક્રુડ ભરેલા 40 જહાજ ભારત તરફ રવાના
(એજન્સી) નવી દિલ્હી,તા.19:
ભારત માટે એક સારા સમાચાર એ છે કે ગઈ એલપીજી અને ક્રૂડ ઑઇલ સાથેના 40 જેટલાં જહાજ હોર્મુઝની ખાડી પસાર કરીને ભારત ભણી આવવા માટે રવાના થયા હતા. હવે આને કારણે એક તો એલપીજીની જે અછત છે એ ટૂંકમાં જ દૂર થશે અને રાંધણગેસ તથા પેટ્રોલ-ડીઝલનાં ભાવ પણ ઘટી શકે છે.
વૈશ્વિક પરિસ્થિતિ સ્થિર થયા પછી પશ્ચિમ એશિયામાં વધતા તણાવને કારણે શરૂ કરવામાં આવેલા ઈમર્જન્સી એનર્જી સિક્યોરિટીના ઉપાયોની સરકાર સમીક્ષા કરી શકે છે અને વૈશ્વિક સ્થિતિ સ્થિર થવા પર ધીમે ધીમે પરત લઈ શકે છે, એમ એક સરકારી અધિકારીએ જણાવ્યું હતું.


