માણાવદરમાં રસાલા ડેમથી પટેલ ચોક જતા રસ્તામાં ભૂગર્ભ ગટરના તુટેલા હોલ મોત કુવા સમાન

શહેરમાં ભૂગર્ભ ગટરમાં અનેક ખાડામાં લેવલ વગરના ભૂગર્ભ ગટર ઢાંકણા રિપેરિંગનો ખર્ચ કેટલો ? પ્રજામાં પ્રશ્ન

માણાવદરમાં રસાલા ડેમથી પટેલ ચોક જતા રસ્તામાં ભૂગર્ભ ગટરના તુટેલા હોલ મોત કુવા સમાન

(પ્રતિનિધિ દ્વારા)
માણાવદર, તા.19
માણાવદરમાં જ્યારથી ભૂગર્ભ ગટર બની ત્યારથી માથાના દુખાવા સમાન બની ગઈ છે એ આ યોજના અંગે બેફામ ફરિયાદો ઉઠી હતી પણ બીજેપી સરકાર દ્વારા કોય પગલા કે તપાસ કરવામાં આવી નથી. ક્યાં લેવલીંગ નથી ભૂંગળા નાના નાખી દીધા કોય કચરો નીકળી શકે તેમ નથી ફિલ્ટર પ્લાન્ટ ક્યાં ગયો ? તે તપાસ થાય ઉપરથી આખા શહેરમાં કુંડીઓની માયા જાળ પ્રજા ત્રાહીમામા પોકારી ઊઠી છે. કુડીઓનાં ઢાંકણાથી રિપેરિંગના ચોંકાવનારા ખર્ચ કરવામાં આવ્યો છે તેની તપાસ કરવા લોક માંગ ઉઠવા પામી છે.
આવા સમયે રસાલા ડેમથી મહાદેવીયા ચોક જતા રસ્તા ઉપર ભૂગર્ભ ગટરના હોલ મોતના કુવા સમાન તૂટેલા હોય છે. આ રસ્તો ધમધમતો હોય તેમ સ્કૂલ બસો, રીક્ષા, વિદ્યાર્થીઓ સ્કૂલે જતા હોય આ મોતના કુવા સમાન તૂટેલા ભૂગર્ભગટર હોલ ઢાંકણા તૂટેલા હોય ગંભીર બનાવ બનશે. આ ભુગર્ભ ગટર હોલ ઊંડો છે આવી બેદરકારી દાખવી રહી છે, માણાવદર પાલિકા તેની સામે ફિટકાર વરસાવે છે પ્રજા ધિક્કારે છે. આવા શાસકોને ઠેર ઠેર આવા ખાડા હોય તે રિપેર કરવા ઓફીસમાંથી બહાર આવી ગ્રાઉન્ડ ઉપર તપાસ કરવા મોકલવા જાેઈએ. ઓફિસમાં બેઠા બેઠા કામ ન થાય તેમ આમ જનતા કહી રહી છે. આવા જવાબદાર કર્મચારીને શહેર મોકલી આમ જનતા ન પ્રશ્નો ઉકેલ લાવવા મુખ્યમંત્રી પાસે માંગ છે. શહેરમાં આમ જનતાના સામાન્ય પ્રશ્ને પાલિકામાં રજૂઆત કરવા જવું પડે અને કામ નથી થતા તેવી ચર્ચા પ્રજા કરે છે ત્યારે એસી ઓફિસમાં બેઠેલા કર્મચારી પાલિકાના કામો થાય છે. ત્યાં ગયા ખરા ? તેની તપાસ કરવામાં આવે હાલ સીસી રોડ બને છે સ્થળ તપાસ સુ કરી ? શહેરમાં ભૂગભ ગટરના હોલ ઢાંકણા તૂટેલા છે તે તપાસ કર્મચારીની જવાબદાર છે. આતો પ્રજા કહે તો કરવાનું આવી માનસિકતા વાળા સામે પગલાં લેવા આમ જનતા મુખ્ય મંત્રી પાસે માંગ ઉઠવા પામી છે.