રોટરી કલબ ઓફ જૂનાગઢ દ્વારા કૃત્રિમ પગ વિતરણ કેમ્પ યોજાશે
જૂનાગઢ તા. 19
રોટરી કલબ ઓફ જૂનાગઢ દ્વારા કૃત્રિમ પગ વિતરણ કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. પીઆર વાઘર સાધન સહાય કેન્દ્ર ભાવનગરનાં સહયોગથી આ કેમ્પ યોજાશે. ગોઠણ નીચેથી કે ગોઠણ ઉપરથી પગ કપાયેલા હોય તેવા લોકોને વજનમાં હળવા પ્રભાફુટ કૃત્રિમ પગ તદન મફત આપવામાં આવશે. જરૂરીયાતમંદોને પ્રભાફુટ લગાડયા બાદ આ લાભાર્થીઓ સાયકલ ચલાવી શકે, આસાનીથી સીડી ચડી શકે તેમજ પલોઠીવાળીને જમીન પર બેસી શકશે. જેથી વહેલા તે પહેલાના ધોરણે નામ નોંધાવવા જણાવેલ છે. લાભાર્થીને વોટસએપથી કપાયેલા પગ અને મોઢુ દેખાય તે રીતે ફોટો, આધારકાર્ડનો બંને તરફનો ફોટો, પુરૂ નામ, સરનામુ અને મોબાઈલ નંબર સહીતની વિગતો વોટસઅપ નં. 93273 13913 ઉપર મોકલી આપવા જણાવલ છે. માપ દેવા માટે તા. 30-6-26 રોટરી કોમીનીટી સેન્ટર ગાર્ડન કાફે પાસે, ગીરનાર રોડ જૂનાગઢ ખાતે ઉપસ્થિત રહેવું. પગ ફીટ કરી તા. 3-7-26ના રોજ ટ્રેનીંગ આપવામાં આવશે તેમ રોટરી કલબના પ્રેસીડેન્ટ હિમાંગ શાહ, ડો. નીરવ મારડીયા, દિપક મુલચંદાણીની યાદીમાં જણાવેલ છે.


