શેરબજારમાં કડાકો : સેન્સેક્સમાં 800 પોઈન્ટનું ગાબડુ

આઈટી શેરોમાં આક્રમક વેચવાલી અને રૂપિયાના અવમૂલ્યનથી શેરબજારમાં ભારે અફરાતફરી

શેરબજારમાં કડાકો : સેન્સેક્સમાં 800 પોઈન્ટનું ગાબડુ

(એજન્સી)          મુંબઈ તા.19 :
ભારતીય શેરબજારમાં આજે શરૂઆતથી જ ભારે અફરાતફરીનો માહોલ જોવા મળ્યો છે. આઈટી (IT) સેક્ટરના શેરોમાં આવેલી આક્રમક વેચવાલી, અમેરિકન ડોલર સામે ભારતીય રૂપિયામાં જોવા મળેલો મોટો ઘટાડો અને યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરો અંગે આપવામાં આવેલા કડક સંકેતોને કારણે આજે ભારતીય શેરબજારમાં તિવ્ર કડાકો બોલાઈ ગયો છે. વૈશ્વિક બજારના નકારાત્મક સંકેતો વચ્ચે રોકાણકારોએ ચોમેરથી વેચવાલીનો આશરો લેતા મુખ્ય ઇન્ડેક્સ લાલ નિશાન નીચે સરકી ગયા છે.