આવતીકાલે 9.44 કરોડ ખેડુતોના ખાતામાં પીએમ-કિસાન યોજનાનો ર૩મો હપ્તો જમા થશે
(એજન્સી) નવી દિલ્હી,તા.19:
વડા પ્રધાન મોદી આવતીકાલે પીએમ-કિસાન યોજના હેઠળ 23મો હપ્તો ટ્રાન્સફર કરશે, જેનાથી દેશભરના 9.44 કરોડથી વધુ ખેડૂત લાભાર્થીને 18,880 કરોડ રૂપિયા સીધા વિતરણ કરવામાં આવશે. આ ટ્રાન્સફર પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લાની વડાપ્રધાનની મુલાકાત દરમિયાન થશે. કૃષિ પ્રધાન શિવરાજ સિંહ ચૌહાણે જણાવ્યું હતું કે, ફક્ત પશ્ચિમ બંગાળમાં જ 45.35 લાખથી વધુ ખેડૂતને કુલ 907 કરોડ રૂપિયાના હપ્તા મળશે. આ સાથે, રાજ્યમાં યોજના હેઠળ સંચિત વિતરણ રૂ.15,055 કરોડને વટાવી જશે, જ્યારે 2019માં યોજના શરૂ થયા પછી રાષ્ટ્રીય સ્તરે કુલ રૂ. 4.46 લાખ કરોડને વટાવી જશે, એમ તેમણે એક નિવેદનમાં જણાવ્યું હતું.


