જૂનાગઢના છાયાબજાર ગંધ્રપવાડા વિસ્તારમાં પીવાના પાણીમાં ગટરનું પાણી આવતા ભારે રોષ

જૂનાગઢના છાયાબજાર ગંધ્રપવાડા વિસ્તારમાં પીવાના પાણીમાં ગટરનું પાણી આવતા ભારે રોષ

જૂનાગઢ તા.17
જૂનાગઢ શહેરના છાંયાબજાર ગંધ્રપવાડા વિસ્તારમાં પાણી વિતરણ દરમ્યાન ગટરનું પાણી આવતું હોવાને કારણે લોકોના આરોગ્ય માટે ગંભીર ખતરો ઉઠવા પામેલ છે. વોર્ડના પરાગભાઈ રાઠોડ તેમજ સ્ટેન્ડીંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકરને આ અંગે લત્તાવાસીઓએ રજુઆત કરી. છતાં પણ મહાનગરપાલીકા તંત્ર દ્વારા અત્યાર સુધીમાં કોઈ પગલા લેવામાં આવ્યા નથી તેવી ફરિયાદ ઉઠી છે. પાણીની પાઈપલાઈનમાં ગટરનું ગંદુ પાણી આવવાને લઈને લોકો ત્રાહીમામ છે. તેમજ ગંભીર બિમારી ફાટી નીકળે તેવો ભય સેવાઈ રહ્યો છે. ત્યારે મનપા તંત્ર દ્વારા આ બાબતે તત્કાલ કાર્યવાહી કરવામાં આવે તેવી લાગણી અને માંગણી વ્યક્ત કરવામાં આવી છે.