ઉના શહેરમાં નગરપાલિકા સંચાલિત શૌચાલયને નિ:શુલ્ક કરી શરૂ કરવા માંગણી
ઉના તા. 17
ઉના નગરપાલિકાના વોર્ડ નંબર 8ના નગર સેવક મનોજભાઈ બાંભણિયાએ ઉના નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી હતી કે ઉનામાં વોર્ડ નંબર 8માં ઉના- દેલવાડા રોડ ઉપર શાહ એચ. ડી. હાઈસ્કુલ સામે ઘણા વર્ષોથી નિ:શુલ્ક શૌચાલય કાર્યરત હતું. નગરપાલિકા દ્વારા તેમનું રિનોવેશન કરી તેના ઉપર પે એન્ડ યુઝ શૌચાલય બોર્ડ મારેલ છે. તો તેને નિ:શુલ્ક શૌચાલય કરવા તેમજ આ શૌચાલય તૈયાર થયા તેને છ માસથી વધુ સમય થઈ ગયો છે તેમ છતાં લોકોને ઉપયોગ કરવા દેવાતો નથી. આ શૌચાલય આજુબાજુના રહેવાસી અને રોડ ઉપર પસાર થતા રાહદારીઓ માટે અનુકુળ હોય તુરંત ખુલ્લું મૂકી નિ:શુલ્ક શૌચાલય કરવા માંગણી કરી છે.


