દેશના સરહદી વિસ્તારો તેમજ મુખ્ય સ્થળો પર ડ્રોન હુમલાની આશંકા : સુરક્ષા એજન્સીઓ એલર્ટ
નવી દિલ્હી તા.16
કેન્દ્ર સરકારે ચેતવણી આપી છે કે સરહદો પર આવેલા આપણા મહત્વપૂર્ણ ઠેકાણાઓ પર દુશ્મન ડ્રોન હુમલો કરી શકે છે.
ધ હિન્દુ અખબારના અહેવાલ મુજબ, જહાજ અને જળમાર્ગ મંત્રાલયના દરિયાઈ સુરક્ષા વિંગે જમીન અને દરિયાઈ સરહદો નજીક આવેલી મહત્વપૂર્ણ સંપત્તિઓ અને ઠેકાણાઓ પર ડ્રોન હુમલા અંગે એલર્ટ જાહેર કર્યું છે. મંત્રાલય દ્વારા જારી કરાયેલા પત્રમાં લખ્યું છે : આપણે વહેલી તકે નક્કર પગલાં ભરવા પડશે અને ખાસ કરીને સરહદ નજીક બનેલા આપણા ઠેકાણાઓને આ ખતરનાક ડ્રોનથી બચાવવા માટે એન્ટી-ડ્રોન સિસ્ટમ લગાવવી પડશે.
વર્તમાન સ્થિતિ જાેતા ડ્રોન હુમલાની આશંકાને પગલે સુરક્ષા એજન્સીઓને એલર્ટ કરી દેવામાં આવી છે.


