પુરૂષોત્તમ માસ નિમિતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીને વિશેષ વાઘા ધરાવાયા અને ગર્ભગૃહને સુવર્ણ આશીર્વાદ આપતા બે વિશાળ સુવર્ણ હસ્ત-કળશના પ્રતીકોથી સુશોભિત કરાયું

મીઠાઈનો અન્નકૂટ ધરાવાયો, સાંજે દાદાનું રાજોપચાર પૂજનનું આયોજન

પુરૂષોત્તમ માસ નિમિતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીને વિશેષ વાઘા ધરાવાયા અને ગર્ભગૃહને સુવર્ણ આશીર્વાદ આપતા બે વિશાળ સુવર્ણ હસ્ત-કળશના પ્રતીકોથી સુશોભિત કરાયું

(પ્રતિનિધિ દ્વારા)
સાળંગપુર તા.13
વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર, સાળંગપુરધામ ખાતે પવિત્ર ‘અધિક જેઠ માસ’ એટલે કે ‘પુરૂષોત્તમ માસ’ અંતર્ગત શનિવાર નિમિતે શ્રી હરિપ્રકાશદાસજી સ્વામી પ્રેરણાથી તારીખ 13-06-2026ના રોજ દાદાને દિવ્ય વાઘા અને અલંકારોથી સજ્જ ભવ્ય શણગાર કરાયો હતો. મંદિરના ગર્ભગૃહને સુવર્ણ આશીર્વાદ આપતા બે વિશાળ સુવર્ણ હસ્ત-કળશના પ્રતીકોથી સુશોભિત કરવામાં આવ્યું હતું. આગળના ભાગમાં વિવિધ પાત્રોમાં પેંડા, બરફી, લાડુ, કાજુ કતરી વિગેરે પ્રકારની વાનગીઓ,  મીઠાઈઓ અર્પણ કરવામાં આવી હતી. સવારે 5:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામીદ્વારા તથા સવારે 7 કલાકે શણગાર આરતી કોઠારીશ્રી વિવેકસાગર સ્વામીદ્વારાકારવમાં આવી હતી. દર્શનનો લાભ હરિભક્તોએ ધન્યતા અનુભવી હતી. સાંજે 4 થી 7 કલાક દરમિયાન દાદાનું દિવ્ય રાજોપચાર પૂજનનું આયોજન કરવામાં આવ્યું છે.  મંદિરના પટાંગણમાં પવિત્ર અધિકમાસ નિમિત્તે પારિવારિક શાંતિ માટે શ્રી હનુમાન ચાલીસા યજ્ઞનું આયોજન તા.17 મે થી 15 જૂન 2026 સુધી સવારે 9 થી 12 અને સાંજે 3 થી 6:30 દરમ્યાન કરવામાં આવ્યું છે.