સોમનાથ ખાતે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને સ્વ.વિજયભાઈ રૂપાણીની પ્રથમ પુણ્યતિથિ શોકમય અને ભક્તિ શ્રદ્ધાંજલિથી ઉજવાઇ 

સોમનાથ ખાતે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને સ્વ.વિજયભાઈ રૂપાણીની પ્રથમ પુણ્યતિથિ શોકમય અને ભક્તિ શ્રદ્ધાંજલિથી ઉજવાઇ 

વેરાવળ તા. 13
સોમનાથ પ્રભાસ પાટણ ખાતે આજરોજ રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીની પ્રથમ પુણ્યતિથિ ભારતના બાર જ્યોતિર્લિંગ પ્રથમ  સોમનાથ મહાદેવ મંદિરે વેરાવળ પાટણ નગરપાલિકાના કારોબારીના ચેરમેન તથા સમસ્ત વણિક સમાજના પ્રમુખ ઉદય શાહ  તરફથી આજે પુણ્યતિથિ પ્રસંગે સોમનાથ મંદિરે સોમેશ્વર પૂજા કરી સદ્ગતને શ્રદ્ધાંજલિ આપવામાં આવી ત્યારબાદ પૂજ્ય સંત ડોંગરેજી મહારાજ અન્નક્ષેત્ર ખાતે ડોંગરેજી મહારાજની પ્રતિમાને તથા વિજય રૂપાણીની તસ્વીરને ફુલ, શ્રદ્ધાસુમન અર્પણ કરી સદ્ગતના આત્માના શાંતિ માટે પ્રાર્થના કરી તેની સાથેના સંભારણાઓ વાગોળવામાં આવ્યા હતા.
અન્નક્ષેત્ર ખાતે અન્નક્ષેત્રના ટ્રસ્ટ ચેરમેન એ.ટી. પરમાર, ભાજપ અગ્રણીઓ ભુપત કોડીયાતર, અશોક મારૂ, મનોજભાઈ ધોરીયા, વિનુભાઈ ભંભાણી, રાજુભાઈ શર્મા, ટી. પટેલ, માધવ રાવલ, પ્રકાશ શાહ, બાબુભાઈ કટારીયા, ઉદય શાહ સહિત સૌએ વિજય રૂપાણીને શ્રદ્ધાંજલિ અર્પી તેમની સ્મૃતિમાં પ્રાર્થના કરી હતી.