પોરબંદર જિલ્લાના ઇતિહાસમાં પ્રથમ વખત કલેક્ટર ઇન્સ્પેકશન બંગલા પાછળથી ડુપ્લિકેટ ઇંગ્લિશ દારૂની ફેક્ટરી ઝડપાઈ
એલ.સી.બી.ની મોટી કાર્યવાહીમાં રૂા.4.01 લાખનો મુદ્દામાલ કબજે, 456 બોટલ નકલી વિદેશી દારૂ સાથે એક આરોપી ઝડપાયો, ત્રણ શખ્સ ફરાર
(પ્રતિનિધિ દ્વારા)
ગોસા(ઘેડ) તા.13
પોરબંદર જિલ્લાના ઇતિહાસમાં પ્રથમ વખત ડુપ્લિકેટ ઇંગ્લિશ દારૂ બનાવવાની ફેક્ટરીનો પર્દાફાશ કરી પોરબંદર એલ.સી.બી.એ નોંધપાત્ર સફળતા મેળવી છે. કાર્યવાહીમાં ડુપ્લિકેટ વિદેશી દારૂ બનાવવાના સાધનો, રસાયણો તેમજ તૈયાર દારૂની 456 બોટલો સહિત કુલ રૂ. 4,01,106નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ મામલે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે જ્યારે અન્ય ત્રણ આરોપીઓ ફરાર હોવાનું સામે આવ્યું છે. જૂનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમા અને પોરબંદર પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં ગેરકાયદેસર દારૂના ધંધા સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. તે અંતર્ગત એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એચ.એમ. જાડેજાના માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે સાંદીપની રોડ પર કલેક્ટર ઇન્સ્પેકશન બંગલા પાછળ આવેલા ડેલામાં ડુપ્લિકેટ ઇંગ્લિશ દારૂ બનાવવાની ફેક્ટરી ચાલી રહી છે. બાતમીના આધારે એલ.સી.બી.ની ટીમે સ્થળ પર દરોડો પાડી તપાસ હાથ ધરી હતી. ત્યાંથી બાબુ કેશવભાઈ ઓડેદરા (ઉ.વ.52)ને ઝડપી પાડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે તેણે પોતાના ડેલાને રૂા.50 હજારના ભાડે આપી અન્ય આરોપીઓ સાથે મળી ઇર્ંરૂછન્ ઝ્રૐછન્ન્ઈદ્ગય્ઈ અને ઇર્ંરૂછન્ જી્છય્ બ્રાન્ડના નામે નકલી વિદેશી દારૂ તૈયાર કરી વેચાણ માટે વ્યવસ્થા ઉભી કરી હતી. દરોડા દરમ્યાન પોલીસે દારૂ બનાવવાના વિવિધ સાધનો, સ્ટીકરો, સીલિંગ મટિરિયલ, ખાલી બોટલો, આલ્કોહોલ માપવાના મીટર, વિવિધ રંગના રસાયણો, મોટા પ્રમાણમાં પ્રવાહી ભરેલા બેરલ અને ટાંકા તેમજ ઇર્ંરૂછન્ ઝ્રૐછન્ન્ઈદ્ગય્ઈ બ્રાન્ડની 456 સીલપેક બોટલો કબજે કરી હતી. સમગ્ર મુદ્દામાલની કિંમત રૂા.4,01,106 આંકવામાં આવી છે. આ કેસમાં બાબુ કેશવભાઈ ઓડેદરાની ધરપકડ કરવામાં આવી છે.
જ્યારે રણજીત લીલાભાઈ ભુતીયા, ભરત લીલાભાઈ ભુતીયા અને ભોલા દીપકભાઈ ખુંટી ફરાર હોવાનું જાણવા મળ્યું છે. તમામ આરોપીઓ વિરૂદ્ધ કમલાબાગ પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો તેમજ ભારતીય ન્યાય સંહિતા2023 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.


