દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત પ્રમુખ સહિતના મહાનુભવોએ પ્રગતિ પથ યાત્રા અંતર્ગત નાગેશ વનની મુલાકાત લીધી
(પ્રતિનિધી દ્વારા)
દ્વારકા તા.16
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સફળ નેતૃત્વમાં સેવા, સુશાસન અને જનકલ્યાણના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે રાજ્યભરમાં આયોજિત “વિકસિત ભારત - વિકસિત ગુજરાત” સંકલ્પ અભિયાન અંતર્ગત વિવિધ કાર્યક્રમો આયોજન કરવામાં આવ્યું છે.
જે અન્વયે જિલ્લા પંચાયત પ્રમુખ ગૌરીબેન હાથિયા સહિતના મહાનુભવોની ઉપસ્થિતિમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના નાગેશ્વર ખાતે પ્રગતિ પથ યાત્રા યોજાઈ હતી. જેમાં મહાનુભવોએ નાગેશ્વર મંદિર ખાતે દર્શન કરી તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે લોકાપિર્ત નાગેશ વનની મુલાકાત લીધી હતી.


