આગામી તા.21 જુને યોજાનારી નીટની પરીક્ષા પહેલા સરકારે ટેલિગ્રામ પર અસ્થાયી પ્રતિબંધ મુક્યો
ટેલીગ્રામ એપ રર જુન સુધી અસ્થાયી રૂપે બ્લોક રહેશે : મેસેજ એડીટિંગ ફીચર 30 જુન સુધી બંધ રહેશે
નવી દિલ્હી તા.16
ભારત સરકારે NEET-UG ની ફરીથી પરીક્ષાને લઈને ભારતમાં ટેલિગ્રામ મેસેજિંગ એપના ઉપયોગ પર અસ્થાયી પ્રતિબંધ લગાવવાનો આદેશ જારી કર્યો છે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ આજે પ્રેસ રિલીઝ જારી કરીને આ માહિતી આપી.
સરકારે NEET-UG 2026 પુન:પરીક્ષા પહેલા ભારતમાં ટેલિગ્રામને અસ્થાયી રૂપે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. NEET-UG 2026 પુન:પરીક્ષા 21 જૂને યોજાવાની છે. ટેલિગ્રામ 22 જૂન સુધી અસ્થાયી રૂપે બ્લોક રહેશે. મેસેજ એડિટિંગ ફીચર 30 જૂન સુધી બંધ રહેશે.NTAએ કહ્યું કે, NEET-UG 2026 પુન પરીક્ષાને સુરક્ષિત અને નિષ્પક્ષ તરીકે કરાવવા માટે કેન્દ્ર સરકારે આ ર્નિણય લીધો છે.
NTAના જણાવ્યા મુજબ કેટલીક ગેંગ વિદ્યાર્થીઓ અને તેમના પરિવારોને કથિત પ્રશ્નપત્રો આપવાના નામે ટેલિગ્રામ ચેનલો દ્વારા છેતરપિંડી કરી રહ્યા હતા. “Paper Leaked NEET”, “Re-NEET 2026” અને “Private Mafia” જેવા નામથી અનેક ચેનલો પર હજારોથી લઈ લાખો રૂપિયા સુધી માંગ કરવામાં આવી રહી હતી. એજન્સીએ સ્પષ્ટ કહ્યું કે, પરીક્ષાનું પ્રશ્નપત્ર સંપૂર્ણ રીતે સુરક્ષિત છે અને પરીક્ષા પહેલા કોઈની પાસે ઉપલબ્ધ નથી. NTAએ જણાવ્યું કે, કેટલાક કેસમાં ટેલિગ્રામના મેસેજ એડિટ ફીચરનો ખોટી રીતે ઉપયોગ કરવામાં આવ્યો છે. પરીક્ષા પૂર્ણ થયા બાદ જુના મેસેજમાં સાચું પ્રશ્નપત્ર જોડી દેખાડવામાં આવે છે.આ પગલું સમાન નકલી “પેપર લીક” સામગ્રીના ફેલાવાને રોકવા માટે લેવામાં આવ્યું છે. આ માટે ટેલિગ્રામ 22 જૂન સુધી અસ્થાયી રૂપે પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.ટેલિગ્રામ પર પ્રતિબંધ થોડા સમય માટે જ લગાવવામાં આવ્યો છે.


