અમેરીકા-ઈરાન વચ્ચે શાંતિ કરાર પર ડિજીટલ હસ્તાક્ષર
બન્ને દેશો વચ્ચે શુક્રવારે જીનીવામાં ઔપચારીક હસ્તાક્ષર થશે : અમેરીકી પ્રતિનિધી મંડળનું નેતૃત્વ ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સ જયારે ઈરાની પ્રતિનિધી મંડળનું નેતૃત્વ સંસદના સ્પીકર મોહમ્મદ બાગેર ગાલીબાફ કરશે
વોશિંગ્ટન,તા.16:
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે અમેરિકા-ઈરાન કરારને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે અને શુક્રવારે સ્વિટ્ઝર્લેન્ડના જીનીવામાં તેના પર ઔપચારિક રીતે હસ્તાક્ષર કરવામાં આવશે. ટ્રમ્પે જણાવ્યું હતું કે ઉપરાષ્ટ્રપતિ જે.ડી. વાન્સ યુએસ પ્રતિનિધિમંડળનું નેતૃત્વ
કરશે.ન્યૂ યોર્ક ટાઈમ્સ અનુસાર, એક અમેરિકન અધિકારીએ જણાવ્યું હતું કે ટ્રમ્પ, જે.ડી. વાન્સ અને ઈરાની સંસદના સ્પીકર મોહમ્મદ બાઘર ગાલિબાફે ડિજિટલી કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. જોકે, કરારનો સંપૂર્ણ ડ્રાફટ હજુ સુધી જાહેર કરવામાં આવ્યો નથી. ટ્રમ્પે જણાવ્યું હતું કે કરારના દસ્તાવેજ શુક્રવારે મોડી રાત્રે જાહેર કરવામાં આવશે.
મીડિયા અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો છે કે બંને દેશો વચ્ચે 14-મુદ્દાનો પ્રારંભિક ડ્રાફટ તૈયાર કરવામાં આવ્યો છે, જેની ટેકનિકલ સ્તરે વધુ ચર્ચા કરવામાં આવશે. કેટલાક અહેવાલો અનુસાર, ઈરાનને આશરે રૂ.28 લાખ કરોડ (આશરે રૂ.28 લાખ કરોડ) નું આર્થિક સહાય પેકેજ મળી શકે છે.
મિડલ ઈસ્ટમાં હવે શાંતિનો સુરજ ઉગી રહ્યો છે. કારણ કે છેલ્લાં લગભગ ચાર મહિનાથી અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભયાનક યુદ્ધનો અંત લાવવા માટે બંને દેશો વચ્ચે એક અત્યંત મહત્વપૂર્ણ સહમતિ સધાઈ હોવાનું અમેરિકન અધિકારીઓએ જણાવ્યું હતું કે યુએસ અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ અને હોર્મુઝની સામુદ્રધુની ફરી ખુલ્લી કરવા માટે એક કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. આ કરાર પર અમેરિકા તરફથી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ, જ્યારે ઈરાન તરફથી ત્યાંની સંસદના સ્પીકર મોહમ્મદ બાગેર ગાલીબાફે ડિજિટલી સહી કરી છે.


