અમેરીકાના કેલીફોર્નિયામાં B-52 બોમ્બર વિમાન દુર્ઘટનાગ્રસ્ત : 8ના મોત
વોશિંગ્ટન તા.16
ગઈકાલે સોમવારે સવારે કેલિફોનિર્યા સ્થિત અમેરિકી વાયુસેના બેઝ પર ઉડાન ભર્યાની થોડી જ વારમાં અમેરિકાનું B-52 સ્ટ્રેટોફોર્ટેસ વિમાન દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું, જેમાં સવાર તમામ આઠેય લોકોના મોત થયા હતા. આ બોમ્બર વિમાન પરમાણુ હથિયાર લઈ જવા માટે સક્ષમ હતું.
આ ભયાનક અકસ્માત બપોરના સમયે કેલિફોનિર્યામાં આવેલા એડવર્ડ્સ એરફોર્સ બેઝ પર થયો હતો. લોસ એન્જિલસથી આશરે 95 કિલોમીટર ઉત્તરમાં આવેલો આ એરબેઝ અમેરિકી સેનાનું એક ખૂબ જ મહત્વનું અને મોટું ઓપરેશન સેન્ટર માનવામાં આવે છે.
એડવર્ડ્સ એરફોર્સ બેઝના સત્તાવાર નિવેદન અનુસાર 8 લોકોને લઈને રૂટીન ટેસ્ટ મિશન પર ગયેલું વાયુસેનાનું B-52 સ્ટ્રેટોફોટ્ર્રેસ વિમાન સવારે 11:20 વાગ્યે ઉડાન ભર્યાના થોડા જ સમય બાદ ક્રેશ થઈ ગયું હતું.
જેમાં સવાર તમામ 8 લોકોના મોત નીપજયાં છે.


