આલ્ફા સ્કૂલના 351 તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાયું
જૂનાગઢ તા. 15
આલ્ફા સ્કૂલના સંચાલક જી.પી.કાઠીની યાદી જણાવે છે કે માર્ચ-2026માં લેવાયેલ ધોરણ–10ની પરીક્ષામાં અને ધોરણ – 12 ની પરીક્ષામાં 80 % કે તેથી વધુ ગુણ પ્રાપ્ત કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓનું તથા એપ્રિલ–2026માં લેવાયેલ ધોરણ –3 થી 9 ની વાર્ષિકમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય નંબર પ્રાપ્ત કરનાર કુલ 351 વિદ્યાર્થીઓનો તારીખ: 14.06.2026ના રોજ જૂનાગઢમાં અક્ષરવાડી ખાતે ગુણાતીત સભાખંડમાં સન્માન સમારંભ યોજવામાં આવ્યો હતો. આલ્ફા સ્કૂલના સંચાલક જી.પી.કાઠીના હસ્તે બોર્ડમાં ટોપટેનમાં સ્થાન પ્રાપ્ત કરનાર (1) કાંબલીયા યશ લખમણભાઈને (2) જેઠવા ધ્યેય કિર્તીધરને તથા (3) વાજા ક્રિષ્ના પિયુષભાઈને રૂા.15001/- નો સિલ્વર મેડલ અને એટ્રેકટીવ શિલ્ડ અને પ્રમાણપત્રો આપીને સન્માન કરવામાં આવ્યું હતું.બોર્ડના ટોપટેનમાં સ્થાન પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ અને તેના પેરેન્સના વરદ્ હસ્તે દિપ પ્રગટાવીને કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આલ્ફા પ્રાયમરી સ્કૂલના, આલ્ફા હાઈસ્કૂલના અને આલ્ફા ઈન્ટરનેશનલ સ્કૂલના ટીચર્સ દ્રારા તેજસ્વી વિદ્યાર્થીઓને શિલ્ડ અને પ્રમાણપત્રો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. વાઢેર દિયા કૈલાશકુમારે સ્વાગત પ્રવચન કર્યું હતું અને આલ્ફા સ્કૂલના સંચાલક શ્રી જી.પી. કાઠીએ સ્કૂલ વિશે ઉડાણ પૂર્વક માહિતી આપી હતી. અને વિદ્યાર્થીઓ તેના જીવનમાં વધુ સફળતા મેળવે તેવી શુભેચ્છા પાઠવી હતી. સમગ્ર કાયક્રમનું કાર્યક્રમનું સંચાલન વરિષ્ઠ એડવોકેટ શ્રી અમુભાઈ પાનસુરીયા અને આલ્ફા સ્કૂલના સહસંચાલકશ્રી ચેતનભાઈ કાઠીએ કર્યું હતું. અને આભાર વિધિ આલ્ફા હાઈસ્કૂલના પ્રિન્સિપાલશ્રી કાનજીભાઈ કાઠી કરી હતી.


