ભારતે પહેલીવાર 12 પરમાણુ શસ્ત્રો તૈનાત કર્યા
(એજન્સી) નવી દિલ્હી તા.09
ભારતે પહેલીવાર 12 પરમાણુ હથિયારો મોરચે તૈનાત કર્યા છે. દેશનો પરમાણુ હથિયારોનો ભંડાર પણ 180 થી વધીને 190 થઈ ગયો છે. સ્ટોકહોમ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (SIPRI) ના તાજેતરના અહેવાલમાં આ જણાવવામાં આવ્યું છે.
અહેવાલમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે 2025માં ભારતે એક પણ પરમાણુ હથિયાર તૈનાત કર્યા ન હતા, પરંતુ 2026માં 12 તૈનાત કર્યા છે. પાકિસ્તાનના પરમાણુ હથિયારોમાં કોઈ વધારો થયો નથી. તેમની પાસે હાલમાં 170 પરમાણુ હથિયારો છે. તેના કેટલા હથિયારો તૈનાત છે, તે સ્પષ્ટ નથી.
રશિયા-અમેરિકાની જેમ ભારત પોતાના પરમાણુ હથિયારોની ચોક્કસ સંખ્યા, ક્ષમતા અને નામ સત્તાવાર રીતે જાહેર કરતું નથી. SIPRI અને અન્ય સંસ્થાઓ ફક્ત અનુમાનના આધારે અહેવાલ બહાર પાડે છે.


