ડ્રાઈવીંગ લાયસન્સની વેલીડીટી 50 વર્ષ કરવા તૈયારી

ડ્રાઈવીંગ લાયસન્સની વેલીડીટી 50 વર્ષ કરવા તૈયારી

(એજન્સી)    નવી દિલ્હી, તા.9
દેશનાં કરોડો વાહનચાલકો માટે રાહતના સમાચાર આવ્યાં છે. માર્ગ પરિવહન મંત્રાલય હવે લોકોને પ્રાદેશિક પરિવહન કચેરીના ધક્કામાંથી કાયમી મુક્તિ અપાવવા માટે એક મોટા ર્નિણય તરફ આગળ વધી રહ્યું છે. નવી યોજના હેઠળ ડ્રાઇવિંગ લાયસન્સની વેલિડિટી વધારીને 50 વર્ષની ઉંમર સુધી કરવાની તૈયારીઓ ચાલી રહી છે. આ સાથે જ, વાહન માલિકો માટે ઓનલાઈન ગાડી ટ્રાન્સફર અને પરમિટ રિન્યૂઅલ જેવી સુવિધાઓ શરૂ કરવા પર પણ ગંભીર વિચારણા ચાલી રહી છે.